સર્વે ઓનલાઈન લો

કેન્સર પેશન્ટ એક્સપિરિયન્સ સર્વે માટેની વેબસાઇટ પર આપનું સ્વાગત છે. NHS England વતી Picker Institute Europe દ્વારા સર્વે હાથ ધરવામાં આવે છે.

મને સર્વે મળ્યો છે

કેન્સર પેશન્ટ એક્સપિરિયન્સ સર્વે એવા દર્દીઓ માટે છે જેમને ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું છે. જો તમને મેલમાં સર્વે પ્રાપ્ત થયું હોય, તો અમે કેન્સરની સંભાળ અને સારવાર અંગેના તમારા અનુભવો વિશે સાંભળવા માંગીએ છીએ. જો તમે સર્વે ઓનલાઈન પૂર્ણ કરવાનું પસંદ કરો છો, તો તમે નીચે આપેલા ‘સર્વે ઓનલાઈન લો’ બટન પર ક્લિક કરીને અને તમારા પત્ર પર દેખાય છે તે રીતે તમારો એક્સેસ કોડ દાખલ કરીને અથવા પ્રશ્નાવલીના આગળના ભાગમાં તમારો વ્યક્તિગત QR કોડ સ્કેન કરીને આમ કરી શકો છો. સર્વે પૂર્ણ કરવામાં તમને 20 મિનિટથી ઓછો સમય લાગશે.

સર્વેમાં કોણ ભાગ લઈ શકે છે?

કેન્સર સાથે પ્રાથમિક નિદાન થયું હોય તેવા તમામ પુખ્ત દર્દીઓ (16 વર્ષ અને તેથી વધુ ઉંમરના)ને સર્વે મોકલવામાં આવ્યો છે, જેમને NHS હોસ્પિટલમાં કેન્સર સંબંધિત સારવાર માટે ઇનપેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા હોય અથવા જેમને કેન્સર સંબંધિત સારવાર માટે ડે કેસ પેશન્ટ તરીકે જોવામાં આવ્યા હોય અને દર વર્ષે એપ્રિલ અને જૂન વચ્ચે રજા આપવામાં આવી હય.

સર્વેનો હેતુ શું છે?

આ સર્વે તમને તમે પ્રાપ્ત કરી હોય તે સંભાળ પર પ્રતિક્રિયા આપવા દે છે.  સંભાળ ક્યાં સારી રીતે કામ કરી રહી છે અને NHS કેન્સર સેવાઓ કેવી રીતે સુધારી શકાય તે સમજવામાં અમને મદદ કરવામાં તમારા મંતવ્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સર્વેના પરિણામોનો ઉપયોગ પ્રદાતાઓ દ્વારા રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે કેન્સરના દર્દીઓના અનુભવને સુધારવા માટે કરવામાં આવશે.

સહાય અને સમર્થન

જો તમને સર્વે ભરવામાં મદદની જરૂર હોય (ઉદાહરણ તરીકે ગુજરાતી માં), અથવા કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને અમારી ફ્રીફોન હેલ્પલાઈનને 0800 103 2804 પર કૉલ કરો. જો તમે સર્વે વિશે વધુ જાણવા માંગતા હો, તો કૃપા કરીને અમારા ‘સહાય અને સમર્થન’ પૃષ્ઠની મુલાકાત લો.